13 વર્ષથી નાની ઉંમર (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)ના બાળકો માટે, Family Link વડે મેનેજ કરવામાં આવતા Google એકાઉન્ટ અને પ્રોફાઇલ માટેની પ્રાઇવસી નોટિસ (“પ્રાઇવસી નોટિસ”)

તમારું બાળક તેનું પોતાનું Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ મેળવી શકે તે માટે, અમને આ પ્રાઇવસી નોટિસ અને Googleની પ્રાઇવસી પૉલિસીમાં વર્ણવ્યા મુજબ તમારા બાળકની માહિતી એકત્ર કરવા, તેનો ઉપયોગ કરવા અથવા જાહેર કરવા માટે તમારી પરવાનગી જરૂરી હોઈ શકે છે. જ્યારે તમે તમારા બાળકને અમારી સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપો, ત્યારે તમે અને તમારું બાળક તમારી માહિતી બાબતે અમારા પર વિશ્વાસ કરતા હો છે. અમે સમજીએ છીએ કે આ એક મોટી જવાબદારી છે અને તમારી માહિતીને સુરક્ષિત રાખીને નિયંત્રણ તમારી પાસે રહે તે માટે અમે સખત મહેનત કરીએ છીએ. વેબ અને ઍપ પ્રવૃત્તિ, YouTube ઇતિહાસ અને લાગુ પડતા પ્રદેશોમાં Googleની ચોક્કસ સેવાઓ લિંક કરવા જેવી વસ્તુઓ માટે, તમે તમારું બાળક તેમના ઍક્ટિવિટી કન્ટ્રોલને મેનેજ કરી શકે કે કેમ તે પસંદ કરી શકો છો.

13 વર્ષથી ઓછી ઉંમરના (અથવા તમારા દેશમાં લાગુ ઉંમરના) બાળકો માટે, Family Link વડે મેનેજ કરાતા Google એકાઉન્ટ અને પ્રોફાઇલ માટેની આ પ્રાઇવસી નોટિસ અને Google પ્રાઇવસી પૉલિસી Googleના પ્રાઇવસી પ્રૅક્ટિસ વિશે સમજાવે છે. તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ સાથે વિશેષ રીતે સંબંધિત પ્રાઇવસી પ્રૅક્ટિસ, જેમ કે મનગમતી બનાવેલી જાહેરાતો પર મર્યાદાઓના સંદર્ભમાં, એ તફાવતો આ પ્રાઇવસી નોટિસમાં જણાવવામાં આવ્યા છે.

આ પ્રાઇવસી નોટિસ તમારું બાળક ઉપયોગમાં લઈ શકે તેવી, ત્રીજા પક્ષની કોઈપણ (Google સિવાયની) ઍપ, ક્રિયાઓ અથવા વેબસાઇટના આચરણ પર લાગુ થતી નથી. તમારા બાળકના ડેટા સંગ્રહ તથા વપરાશ સંબંધી આચરણ સહિત, ત્રીજા પક્ષની ઍપ, ક્રિયાઓ અથવા વેબસાઇટ માટેની તેમની યોગ્યતા નક્કી કરવા માટે, તમારે તેમની લાગુ થતી શરતો તથા પૉલિસીઓનો રિવ્યૂ કરવો જોઈએ.

અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી

એકવાર તમે તમારા બાળક માટે Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ હોવાની પરવાનગી આપો, ત્યાર પછી અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેના સંદર્ભમાં સામાન્ય રીતે અમે તમારા પોતાના એકાઉન્ટ સાથે કરીએ છીએ તેવો જ વ્યવહાર તેમના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ સાથે કરીશું. ઉદાહરણ તરીકે, અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ:

તમારા અને તમારા બાળક દ્વારા બનાવવા કે અમને પ્રદાન કરવામાં આવેલી માહિતી.

એકાઉન્ટ અથવા પ્રોફાઇલ બનાવવાની પ્રક્રિયાના ભાગ તરીકે, અમે કદાચ તમારું નામ અને અટક, ઇમેઇલ ઍડ્રેસ અને જન્મતારીખ જેવી વ્યક્તિગત માહિતી પૂછી શકીએ છીએ. અમે તમારા અથવા તમારા બાળક દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતી એકત્રિત કરીએ છીએ, જેમકે તમારી ઑનલાઇન સંપર્ક વિગતો, જે સંમતિની વિનંતી કરવા માટે તમારો સંપર્ક કરવો હોય, ત્યારે અમારા માટે જરૂરી છે. તમારું બાળક તેમના એકાઉન્ટ અથવા પ્રોફાઇલનો ઉપયોગ કરતી વખતે જે માહિતી બનાવે, અપલોડ કરે અથવા અન્ય લોકો પાસેથી પ્રાપ્ત કરે છે તે અમે એકત્રિત કરીએ છીએ, જેમકે જ્યારે તમારું બાળક Google Photosમાં કોઈ ફોટો સાચવે અથવા Google Driveમાં કોઈ દસ્તાવેજ બનાવે.

તમારા બાળક દ્વારા અમારી સેવાઓના ઉપયોગથી અમને મળતી માહિતી.

તમારું બાળક ઉપયોગમાં લે છે તે સેવાઓ અને તમારું બાળક તેને કઈ રીતે ઉપયોગમાં લે છે તે વિશેની અમુક માહિતી અમે ઑટોમૅટિક રીતે એકત્રિત તથા સ્ટોર કરીએ છીએ, જેમકે તમારું બાળક Google Searchમાં ક્વેરી દાખલ કરે, Google Assistant સાથે વાત કરે અથવા YouTube Kids પર વીડિયો જુએ. આ માહિતીમાં આનો સમાવેશ થાય છે:

  • તમારા બાળકની ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસ

    અમે તમારા બાળક દ્વારા Googleની સેવાઓ ઍક્સેસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમાં વિશિષ્ટ ઓળખકર્તાઓ, બ્રાઉઝરનો પ્રકાર અને સેટિંગ, ડિવાઇસનો પ્રકાર અને સેટિંગ, ઑપરેટિંગ સિસ્ટમ, મોબાઇલ ઑપરેટરના નામ અને ફોન નંબર સહિત મોબાઇલ નેટવર્કની માહિતી તેમજ ઍપ્લિકેશનના વર્ઝન નંબરનો સમાવેશ થાય છે. અમે IP ઍડ્રેસ, ક્રૅશ રિપોર્ટ, સિસ્ટમ પ્રવૃત્તિ અને તારીખ, સમય તથા તમારા બાળકની વિનંતીનું રેફરલ આપનાર URL સહિત, તમારા બાળકની ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસની અમારી સેવાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા વિશેની માહિતી પણ એકત્ર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમારા બાળકના ડિવાઇસ પરની Googleની સેવા અમારા સર્વરનો સંપર્ક કરે, જેમકે તમારું બાળક Play Storeમાંથી કોઈ ઍપ ઇન્સ્ટૉલ કરતું હોય, ત્યારે અમે આ માહિતી એકત્ર કરીએ છીએ.

  • તમારા બાળકની પ્રવૃત્તિ

    તમારા બાળકના સેટિંગના આધારે, અમે અમારી સેવાઓમાં તમારા બાળકની પ્રવૃત્તિ વિશેની માહિતી એકત્ર કરીએ છીએ, જેનો ઉપયોગ અમે Google Play પર તેમને પસંદ આવી શકે તેવી ઍપ વિશે સુઝાવ આપવા જેવી બાબતો માટે કરીએ છીએ. તમે તમારું બાળક તેમના ઍક્ટિવિટી કન્ટ્રોલને મેનેજ કરી શકે કે કેમ તે પસંદ કરી શકો છો. અમારા દ્વારા એકત્ર કરવામાં આવતી તમારા બાળકની પ્રવૃતિની માહિતીમાં શોધ શબ્દો, તેઓ જુએ છે તે વીડિયો, જ્યારે તેઓ ઑડિયો સુવિધાઓનો ઉપયોગ કરે છે ત્યારે વૉઇસ અને ઑડિયોને લગતી માહિતી, તેઓ જેમની સાથે વાતચીત કરે છે અથવા કન્ટેન્ટ શેર કરે છે તે લોકો અને તેમણે તેમના Google એકાઉન્ટ સાથે સિંક કરેલો Chromeનો બ્રાઉઝિંગ ઇતિહાસ શામેલ હોઈ શકે છે. જો તમારું બાળક કૉલ કરવા અને મેળવવા કે મેસેજ મોકલવા અને મેળવવા માટે અમારી સેવાઓનો ઉપયોગ કરે, ઉદાહરણ તરીકે, Google Meet કે Duoના ઉપયોગ વડે સેવા મેળવે, તો અમે ટેલિફોનની લૉગ માહિતી એકત્રિત કરી શકીએ છીએ. તમારું બાળક તેમના એકાઉન્ટ અથવા પ્રોફાઇલમાં સાચવેલી પ્રવૃત્તિની માહિતી શોધવા અને મેનેજ કરવા માટે તેમના Google એકાઉન્ટની મુલાકાત લઈ શકે છે અને તમે પણ તમારા બાળકના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને અથવા Family Linkમાં તેમની પ્રોફાઇલ ઍક્સેસ કરીને તેમની પ્રવૃત્તિની માહિતીને મેનેજ કરવામાં સહાય કરી શકો છો.

  • તમારા બાળકના સ્થાન વિશેની માહિતી

    જ્યારે તમારું બાળક અમારી સેવાઓનો ઉપયોગ કરે, ત્યારે અમે તેમના સ્થાન વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ. તમારા બાળકનું સ્થાન GPS, IP ઍડ્રેસ, તેમના ડિવાઇસના સેન્સરનો ડેટા અને તેમના ડિવાઇસની નજીકમાં હોય એવી વસ્તુઓ વિશેની માહિતી, જેમકે વાઇ-ફાઇ ઍક્સેસ પૉઇન્ટ, સેલ ટાવર અને જેમાં બ્લૂટૂથ ચાલુ હોય એવા ડિવાઇસનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય છે. અમે જે પ્રકારનો સ્થાન ડેટા એકત્રિત કરીએ છીએ તે અમુક અંશે તમારા સેટિંગ અને તમારા બાળકના ડિવાઇસ પર આધારિત છે.

  • તમારા બાળકની વૉઇસ અને ઑડિયોને લગતી માહિતી

    અમે તમારા બાળકની વૉઇસ અને ઑડિયોને લગતી માહિતી એકત્રિત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમારું બાળક ઑડિયો ચાલુ કરવાના આદેશો (દા.ત., “Ok Google” અથવા માઇક્રોફોનના આઇકનને ટચ કરવું)નો ઉપયોગ કરે, તો તેમની વિનંતીનો પ્રતિસાદ આપવા માટે તે પછીના સ્પીચ/ઑડિયોના રેકોર્ડિંગ પર પ્રક્રિયા કરવામાં આવશે. ઉપરાંત, જો વેબ અને ઍપ પ્રવૃત્તિ સેટિંગ હેઠળ તમારા બાળકનો વૉઇસ અને ઑડિયો પ્રવૃત્તિ વિકલ્પ ચેક કરવામાં આવ્યો હોય, તો એકાઉન્ટમાં જેનાથી સાઇન ઇન કર્યું તે ડિવાઇસ પર Assistant સાથેની તેમની વૉઇસ ક્રિયાપ્રતિક્રિયાનું (ઉપરાંત થોડી સેકન્ડ પહેલાંનું) રેકોર્ડિંગ તેમના એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવી શકે છે.

અમે તમારા બાળકની માહિતી એકત્રિત અને સ્ટોર કરવા માટે, કુકી, પિક્સેલ ટૅગ, બ્રાઉઝર વેબ સ્ટોરેજ અથવા ઍપ્લિકેશન ડેટા કૅશ મેમરી, ડેટાબેઝ અને સર્વર લૉગ જેવા સ્થાનિક સ્ટોરેજ સહિતની વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તમારું બાળક આ એકાઉન્ટ અથવા પ્રોફાઇલ માટે ઉપલબ્ધ હોય તેવી Googleની પ્રોડક્ટ તથા સેવાઓનો ઉપયોગ કરવા માટે વાજબી રૂપે જરૂરી હોય તેના કરતાં વધુ વ્યક્તિગત માહિતી પ્રદાન કરે તે અમારા માટે આવશ્યક નથી.

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ કરવાની અમારી રીત

Googleની પ્રાઇવસી પૉલિસી, તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે Google એકત્રિત કરે છે તે ડેટાનો અમે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેના વિશે વધુ વિગતવાર સમજાવે છે. સામાન્ય રીતે, તમારા બાળકની માહિતીનો ઉપયોગ અહીં આપેલા હેતુઓ માટે કરીએ છીએ: અમે અમારી સેવાઓ પ્રદાન કરવા, જાળવવા અને બહેતર બનાવવા; નવી સેવાઓ ડેવલપ કરવા; તમારા બાળક માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા; કાર્યપ્રદર્શન માપવા અને અમારી સેવાઓ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે સમજવા; તમારા બાળક સાથે અમારી સેવાઓ સંબંધિત સીધો સંવાદ કરવા અને અમારી સેવાઓની સલામતી તથા વિશ્વસનીયતા બહેતર બનાવવામાં સહાય કરવા.

આ હેતુઓ માટે તમારા બાળકની માહિતી પર પ્રક્રિયા કરવા માટે અમે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમે ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ કે જે તમારા બાળકને કસ્ટમાઇઝ કરેલા શોધ પરિણામો અથવા તેઓ અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તેને અનુરૂપ અન્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે તમારા બાળકના કન્ટેન્ટનું વિશ્લેષણ કરે છે. અને સ્પામ, માલવેર અને ગેરકાનૂની કન્ટેન્ટ જેવા દુરુપયોગ શોધવામાં અમારી સહાય કરવા માટે, અમે તમારા કન્ટેન્ટનું વિશ્લેષણ કરીએ છીએ. અમે ડેટામાંની પૅટર્નને ઓળખવા માટે, ઍલ્ગોરિધમનો ઉપયોગ પણ કરીએ છીએ. જ્યારે અમને અમારી સિસ્ટમ પર અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા સ્પામ, માલવેર, ગેરકાનૂની કન્ટેન્ટ અને દુરુપયોગના અન્ય પ્રકારોની ભાળ મળે, ત્યારે અમે તેમનું એકાઉન્ટ અથવા પ્રોફાઇલ બંધ કરી શકીએ છીએ અથવા અન્ય યોગ્ય કાર્યવાહી કરી શકીએ છીએ. અમુક પરિસ્થિતિઓમાં, અમે યોગ્ય અધિકારીઓને પણ ઉલ્લંઘનની જાણ કરી શકીએ છીએ.

તમારા બાળકના સેટિંગના આધારે, સુઝાવો, મનગમતું બનાવેલું કન્ટેન્ટ અને કસ્ટમાઇઝ કરેલા શોધ પરિણામો પ્રદાન કરવા માટે અમે કદાચ તમારા બાળકની માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, તમારા બાળકના સેટિંગના આધારે, Google Play તમારા બાળકને ગમી શકે તેવી નવી ઍપ સૂચવવા માટે તમારા બાળકે ઇન્સ્ટૉલ કરેલી ઍપ જેવી માહિતીનો ઉપયોગ કરી શકે છે.

વધુમાં, તમારા બાળકના સેટિંગના આધારે, ઉપરોક્ત જણાવેલા હેતુઓ માટે અમે અમારી સેવાઓ પરથી અને તમારા બાળકના સમગ્ર ડિવાઇસ પરથી એકત્ર કરીએ છીએ તે માહિતીને કદાચ સંયોજિત કરી શકીએ છીએ. તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલના સેટિંગના આધારે, Googleની સેવાઓને બહેતર બનાવવા માટે, અન્ય સાઇટ તથા ઍપ પરની તેમની પ્રવૃત્તિને તેમની વ્યક્તિગત માહિતી સાથે સાંકળવામાં આવી શકે છે.

Google તમારા બાળક સમક્ષ મનગમતી બનાવેલી જાહેરાતો પ્રસ્તુત નહીં કરે, જેનો અર્થ છે કે જાહેરાતો તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલમાંની માહિતી પર આધારિત નહીં હોય. તેના બદલે, જાહેરાતો માહિતી પર આધારિત હોઈ શકે છે, જેમ કે તમારું બાળક જે વેબસાઇટ અથવા ઍપ જોઈ રહ્યું છે તેનું કન્ટેન્ટ, હાલની શોધ ક્વેરી અથવા સામાન્ય સ્થાન (જેમ કે શહેર અથવા રાજ્ય). વેબ બ્રાઉઝ કરતી વખતે અથવા Google સિવાયની ઍપનો ઉપયોગ કરતી વખતે, તમારા બાળકને અન્ય (Google સિવાયની) જાહેરાત પ્રદાતાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી, ત્રીજા પક્ષો દ્વારા મનગમતી બનાવેલી જાહેરાતો સહિતની, જાહેરાતો જોવા મળી શકે છે.

તમારું બાળક શેર કરી શકે તે માહિતી

તમારા બાળકે જ્યારે તેમના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલમાં સાઇન ઇન કર્યું હોય, ત્યારે તે કદાચ ફોટા, વીડિયો, ઑડિયો અને સ્થાન સહિતની માહિતી સાર્વજનિક રીતે અને અન્ય લોકો સાથે શેર કરી શકી શકે છે. જ્યારે તમારું બાળક સાર્વજનિક રીતે માહિતી શેર કરે, ત્યારે તે માહિતી Google Search જેવા શોધ એન્જિન દ્વારા ઍક્સેસ કરવા યોગ્ય હોઈ શકે છે.

Google શેર કરે છે તે માહિતી

અમે એકત્રિત કરેલી માહિતી મર્યાદિત પરિસ્થિતિઓમાં Googleની બહાર શેર કરવામાં આવી શકે છે. અમે નીચે આપેલી પરિસ્થિતિઓ સિવાય, કંપનીઓ, સંસ્થાઓ અથવા Googleની બહારની વ્યક્તિઓ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરતા નથી:

સંમતિ સાથે

અમે સંમતિ સાથે (જો લાગુ હોય) Googleની બહાર વ્યક્તિગત માહિતી શેર કરીશું.

તમારા ફૅમિલી ગ્રૂપ સાથે

તમારા બાળકનું નામ, ફોટો, ઇમેઇલ ઍડ્રેસ અને Playની ખરીદીઓ સહિતની તેમની માહિતી Google પરના તમારા ફૅમિલી ગ્રૂપના સભ્યો સાથે કદાચ શેર કરવામાં આવી શકે છે.

બાહ્ય પ્રક્રિયા કરવા માટે

અમે અમારી સૂચનાઓના આધારે અને આ પ્રાઇવસી નોટિસ, Google પ્રાઇવસી પૉલિસી અને ગોપનીયતા તથા સુરક્ષા સંબંધિત અન્ય કોઈપણ યોગ્ય માપદંડોનું પાલન કરીને, અમારા આનુષંગિકો અથવા અન્ય વિશ્વસનીય વ્યવસાયો અથવા અમારા વતી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરનાર વ્યક્તિઓને વ્યક્તિગત માહિતી આપીએ છીએ.

કાનૂની કારણોસર

અમે કંપનીઓ, સંસ્થાઓ અથવા Googleની બહારની વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી તો જ શેર કરીશું જો અમને વિશ્વાસ હોય કે માહિતીનો ઍક્સેસ, ઉપયોગ, જાળવણી અથવા સ્પષ્ટતા વ્યાજબી રીતે કરવા માટે આ જરૂરી છે:

  • કોઈપણ લાગુ કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા અમલ કરવા યોગ્ય સરકારી વિનંતી પૂરી કરવા;

  • સંભવિત ઉલ્લંઘનોની તપાસ સહિત, લાગુ કરવા યોગ્ય સેવાની શરતોનો અમલ કરવા;

  • કપટ, સુરક્ષા અથવા ટેક્નિકલ સમસ્યાઓની ભાળ મેળવવા, તેમને અટકાવવા અથવા તેમનું નિરાકરણ કરવા;

  • કાયદા દ્વારા આવશ્યક અથવા મંજૂર હોય તે મુજબ Google, અમારા વપરાશકર્તાઓ અથવા લોકોના અધિકારો, પ્રોપર્ટી અથવા સલામતી જેવી બાબતોના નુકસાન સામે રક્ષણ કરવા.

અમે વ્યક્તિગત રીતે ઓળખી ન શકાય તેવી માહિતીને (જેમ કે અમારી સેવાઓના સામાન્ય ઉપયોગ વિશેના વલણો) સાર્વજનિક રીતે અને અમારા ભાગીદારો — જેમ કે પ્રકાશકો, જાહેરાતકર્તાઓ, ડેવલપર અથવા અધિકાર ધારકો સાથે પણ કદાચ શેર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે અમારી સેવાઓના સામાન્ય ઉપયોગ વિશેના વલણો બતાવવા માટે, માહિતીને સાર્વજનિક રીતે શેર કરીએ છીએ. અમે વિશેષ ભાગીદારોને તેમની કુકી અથવા એના જેવી અન્ય કોઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જાહેરાત અને આકલનના હેતુઓ માટે, બ્રાઉઝર અથવા ડિવાઇસમાંથી માહિતી એકત્રિત કરવાની મંજૂરી પણ આપીએ છીએ.

તમારા બાળકની વ્યક્તિગત માહિતી માટે ઍક્સેસ

જો તમારું બાળક કોઈ Google એકાઉન્ટ ધરાવતું હોય, તો તમે તમારા બાળકના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તેની માહિતીને ઍક્સેસ કરી શકો છો, તેને અપડેટ કરી શકો છો, તેને કાઢી નાખી શકો છો, તેની નિકાસ કરી શકો છો અને તેના પર પ્રક્રિયા કરવાનું પ્રતિબંધિત કરી શકો છો. જો તમને તમારા બાળકનો પાસવર્ડ યાદ ન હોય, તો તમે તેને Family Link ઍપ અથવા વેબ પરના Family Linkના સેટિંગ મારફતે રીસેટ કરી શકો છો. એકવાર સાઇન ઇન કર્યા પછી, તમારા બાળકના પ્રાઇવસી સેટિંગ અને માહિતીને મેનેજ કરવામાં સહાય કરવા માટે, તમે Google પ્રાઇવસી પૉલિસીમાં વર્ણવ્યા મુજબ વિવિધ નિયંત્રણો, જેમ કે Google પ્રવૃત્તિના નિયંત્રણોનો ઉપયોગ કરી શકશો.

જો તમારું બાળક કોઈ પ્રોફાઇલ ધરાવતું હોય, તો તમે Family Link ઍપ અથવા વેબ પરના Family Linkના સેટિંગ મારફતે તેમના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તમારા બાળકની માહિતીને ઍક્સેસ કરી શકો છો, તેને અપડેટ કરી શકો છો, તેને કાઢી નાખી શકો છો, તેની નિકાસ કરી શકો છો અને તેના પર પ્રક્રિયા કરવાનું પ્રતિબંધિત કરી શકો છો.

તમારું બાળક "મારી પ્રવૃત્તિ"માં તેમની ભૂતકાળની પ્રવૃત્તિઓ ડિલીટ કરી શકશે અને ડિફૉલ્ટ તરીકે ત્રીજા પક્ષોને ઍપ પરવાનગીઓ (ડિવાઇસનું સ્થાન, માઇક્રોફોન અથવા સંપર્કો જેવી બાબતો સહિતની) આપી શકશે. તમે તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલની માહિતીમાં ફેરફાર કરવા કે તેને બદલવા માટે, ઍપ પ્રવૃત્તિ અને ઍપ પરવાનગીઓનો રિવ્યૂ કરવા માટે Family Linkનો ઉપયોગ પણ કરી શકો છો તથા તમારા બાળકની માહિતીને ઍક્સેસ કરવા માટે ઍપને કે ત્રીજા પક્ષની સેવાઓને અમુક ચોક્કસ પરવાનગીઓ આપવા તમારા બાળકની ક્ષમતાને મેનેજ કરી શકો છો.

જો તમે કોઈપણ સમયે તમારા બાળકની માહિતીનું વધુ એકત્રીકરણ અથવા તેનો ઉપયોગ કરવાનું રોકવા માગતા હો, તો તમે Family Link ઍપ અથવા વેબ પરના Family Linkના સેટિંગમાં તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ પેજ પર જઈને “એકાઉન્ટ ડિલીટ કરો” અથવા “પ્રોફાઇલ ડિલીટ કરો” પર ક્લિક કરીને તમારા બાળકનું Google એકાઉન્ટ કે પ્રોફાઇલ ડિલીટ કરી શકો છો. તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલની માહિતી વાજબી સમયગાળામાં કાયમ માટે ડિલીટ કરવામાં આવશે.

અમારો સંપર્ક કરો

જો તમને તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે કોઈ પ્રશ્ન હોય, તો અમારો સંપર્ક કરવામાં સંકોચ કરશો નહીં. સહાય કરવા માટે અમે અહીં ઉપલબ્ધ છીએ. તમે અમારા સહાયતા કેન્દ્રમાં Family Link અને તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે વધારાની માહિતી મેળવી શકો છો. તમે અમને મેનૂ ☰ > સહાય અને પ્રતિસાદ > પ્રતિસાદ મોકલો પર ટૅપ કરીને અથવા ઇમેઇલ દ્વારા સંપર્ક કરીને અથવા નીચે આપેલા સરનામા પર, Family Link વિશે અથવા Family Link ઍપમાં રહેલા તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે પ્રતિસાદ પણ મોકલી શકો છો.

Google
1600 Amphitheatre Parkway
Mountain View, CA 94043 USA
ફોન: +1 855 696 1131 (USA)
અન્ય દેશો માટે, g.co/FamilyLink/Contactની મુલાકાત લો

Google તમારા બાળકનો ડેટા કેવી રીતે એકત્રિત કરે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે, તે વિશે જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમે Google અને અમારી ડેટા સંરક્ષણ ઑફિસનો સંપર્ક કરી શકો છો. જો તમને સ્થાનિક કાયદા હેઠળના તમારા અધિકારો સંબંધિત ચિંતા હોય, તો તમે તમારા સ્થાનિક ડેટા સંરક્ષણ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ