13 વર્ષથી નાની ઉંમર (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)ના બાળકોના માતાપિતા માટેની Family Link સ્પષ્ટતા

13 વર્ષથી નાની ઉંમર (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)ના બાળકો માટે, Family Link વડે મેનેજ કરવામાં આવતા Google એકાઉન્ટ અને પ્રોફાઇલ માટેની પ્રાઇવસી નોટિસ જુઓ (g.co/FamilyLink/PrivacyNotice)

માતાપિતા, તમારું સ્વાગત છે!

અમે તમારા વિશ્વાસને પ્રાધાન્યતા આપીએ છીએ અને તમારા બાળકનું Google એકાઉન્ટ હોવું એ મોટો નિર્ણય છે. આ નિર્ણયનો રિવ્યૂ કરવા માટે થોડો સમય ફાળવીને વધુ જાણો.

તમારા બાળકનું Google એકાઉન્ટ

તમારા બાળકનું Google એકાઉન્ટ તમારા પોતાના એકાઉન્ટ જેવું જ છે અને તે Googleની ઘણી બધી પ્રોડક્ટ તથા સેવાઓનો ઍક્સેસ આપે છે, જેમાં બાળકો માટે ન બની હોય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. તમારું બાળક તેમના એકાઉન્ટનો ઉપયોગ કરીને ઘણાં કાર્યો કરી શકે છે, જેમ કે:

  • Google Assistant, Chrome અને Searchનો ઉપયોગ કરીને પ્રશ્નો પૂછવા, ઇન્ટરનેટનો ઍક્સેસ મેળવવા અને તેમાં શોધ કરવા;

  • Gmail, SMS, વીડિયો, વૉઇસ અને સંદેશાવ્યવહારની અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને બીજા લોકો સાથે સંદેશાવ્યવહાર કરવો;

  • ઍપ, ગેમ, મ્યુઝિક, મૂવી અને ઘણું બધું ડાઉનલોડ કરવા, ખરીદવા અને તેનો આનંદ માણવા;

  • ફોટા, વીડિયો, પ્રસ્તુતિઓ, દસ્તાવેજો અને અન્ય કન્ટેન્ટ બનાવવું, જોવું અને શેર કરવું;

  • પ્રવૃત્તિના લેવલ અને હૃદયના ધબકારાના દર સહિત, આરોગ્ય અને ફિટનેસની માહિતીને (તમારા બાળકના ડિવાઇસના આધારે) Google Fitમાં ટ્રૅક કરવી;

  • Googleની સેવાઓનો ઉપયોગ કરતી વખતે સાંદર્ભિક જાહેરાતો જોવી.

Family Link અને માતાપિતાનું નિરીક્ષણ

Googleની Family Link ઍપ, તમારું બાળક જેમ જેમ ઑનલાઇન શોધખોળ કરતું જાય તેમ તેમ પાયાના નિયમો સેટ કરવા અને તેઓના અનુભવને માર્ગદર્શન આપવામાં તમારી સહાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તમારું બાળક તમારા Google ફૅમિલી ગ્રૂપ (g.co/YourFamily)નો ભાગ બનશે, આનો ઉપયોગ તમે તમારા બાળક અને કુટુંબના અન્ય ચાર સભ્ય સાથે Googleની સેવાઓ શેર કરવા માટે કરી શકશો. તમારા બાળકના એકાઉન્ટનું નિરીક્ષણ કરવામાં સહાય માટે તમે થોડા સમય પછી બીજા માતાપિતા ઉમેરી શકશો. માતાપિતા નીચે જણાવેલી બાબતો કરવા માટે Family Linkનો ઉપયોગ કરી શકે છે:

  • તમારા બાળકના Android અથવા ChromeOS ડિવાઇસમાં સ્ક્રીન સમયની મર્યાદાઓ સેટ કરવા;

  • તમારા બાળકના સાઇન ઇન કરેલા અને સક્રિય Android ડિવાઇસનું સ્થાન જોવા;

  • તમારા બાળકના Google Play અને Stadia પરના ડાઉનલોડ તથા ખરીદીઓ મંજૂર કરવા અથવા કન્ટેન્ટનાં રેટિંગના આધારે કન્ટેન્ટની દૃશ્યતા મર્યાદિત કરવા;

  • તમારા બાળકના Google એકાઉન્ટમાં સાચવી શકાય તેવી પ્રવૃત્તિના પ્રકારો અને તેમના અનુભવને મનગમતો બનાવવા માટે તેનો ઉપયોગ થવાની રીત પસંદ કરવામાં તેમની સહાય કરવા;

  • Google Search માટે સલામત શોધ જેવા સેટિંગ મેનેજ કરવા;

  • Android અને ChromeOS પર તમારા બાળકની ઍપ પરવાનગીઓ, જેમ કે માઇક્રોફોન, કૅમેરા અને સંપર્કોના ઍક્સેસને રિવ્યૂ કરવા અને

  • YouTube અને YouTube Kids સહિત, YouTubeના અનુભવો (જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં) માટે કન્ટેન્ટ, ઍક્સેસ અને અન્ય સેટિંગ બદલવા.

Family Linkના માતાપિતા યોગ્ય નિયંત્રણો તમને તમારા બાળકના અનુભવનું નિરીક્ષણ કરવામાં અને તેને મેનેજ કરવામાં સહાય કરી શકે છે, જોકે તેની સાથે કેટલીક મર્યાદાઓ પણ છે જે તમારે યાદ રાખવી જોઈએ:

  • Family Linkના માતાપિતાના યોગ્ય નિયંત્રણોમાંથી ઘણા વેબ પર (g.co/YourFamily) મેનેજ કરી શકાય છે, તેમ છતાં સ્ક્રીન સમયની મર્યાદાઓ જેવી અમુક સુવિધાઓને મેનેજ કરવા માટે, તમને Android (g.co/FamilyLink/Android) અથવા iOS (g.co/FamilyLink/iOS) પર Family Link ઍપની જરૂર પડી શકે છે.

  • સલામત શોધ, Chrome વેબસાઇટ માટે પ્રતિબંધો અને Play Store ફિલ્ટર જેવાં સેટિંગ અનુચિત કન્ટેન્ટનો ઍક્સેસ મર્યાદિત કરવામાં સહાય કરી શકે છે, પણ તે ક્ષતિરહિત નથી હોતાં. આ નિયંત્રણો ચાલુ હોવા છતાં પણ તમારું બાળક તમે તેમને જોવા દેવા ન ઇચ્છતા હો તે કન્ટેન્ટને ઍક્સેસ કરી શકે છે.

  • જ્યારે તમારું બાળક પહેલાં મંજૂર થઈ હોય તેવી ઍપ કે અન્ય કન્ટેન્ટ ફરીથી ડાઉનલોડ કરે, ઍપની અપડેટ ઇન્સ્ટૉલ કરે (કન્ટેન્ટ ઉમેરે અથવા વધારાના ડેટાની અથવા પરવાનગીઓની માંગ કરે તેવી અપડેટ હોય તો પણ) અથવા તમારી Google Play કૌટુંબિક લાઇબ્રેરીમાંથી શેર થયેલું કન્ટેન્ટ ડાઉનલોડ કરે, ત્યારે માતાપિતાની મંજૂરી જરૂરી હોતી નથી.

  • Family Linkની કેટલીક સુવિધાઓની ઉપલબ્ધતા મર્યાદિત હોય છે અને તેના યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિશિષ્ટ સેટિંગ અને પરિસ્થિતિઓ જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે, ઍપને બ્લૉક કરવાની સુવિધા ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે છે જ્યારે તમારા બાળકે સુસંગત Android અથવા ChromeOS ડિવાઇસમાં સાઇન ઇન કરેલું હોય અને Family Link ઍપમાં તમારા બાળકના ડિવાઇસનું સ્થાન જોવાની સુવિધા ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે છે જ્યારે તેમનું Android ડિવાઇસ ચાલુ કરેલું હોય અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરેલું હોય.

જ્યારે તમારું બાળક 13 વર્ષનું થાય (દેશ મુજબ ઉંમર અલગ હોઈ શકે છે (g.co/AgeRequirements)), ત્યારે તે તેનું એકાઉન્ટ તમારા નિરીક્ષણ વિના જાતે મેનેજ કરવાનું પસંદ કરી શકે છે.

અન્ય લોકોને માન આપો

અમારી ઘણી સેવાઓ તમારા બાળકને અમારી સેવાઓનો ઉપયોગ કરતા અન્ય લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની મંજૂરી આપે છે. અમે દરેક વ્યક્તિ માટે આદરપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માગીએ છીએ. આનો અર્થ એ છે કે તમારા બાળકે વર્તણૂકના પાયાના નિયમો અનુસરવા જરૂરી છે, જેમ કે અન્ય લોકો કે પોતાની સાથે દુર્વ્યવહાર ન કરવો કે ઈજા ન પહોંચાડવી (અથવા આવો દુર્વ્યવહાર કરવા કે ઈજા પહોંચાડવા માટે ધમકી કે પ્રોત્સાહન ન આપવું) - ઉદાહરણ તરીકે, અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે અન્ય લોકોને ગેરમાર્ગે દોરીને, છેતરીને, બદનામ કરીને, ધમકાવીને, તેમનું ઉત્પીડન કરીને, તેમની સાથે ધમકીપૂર્ણ વ્યવહાર કરીને અથવા તો દ્વેષપૂર્ણ કન્ટેન્ટનું (જેમ કે લોકોના મૂળ, જાતિ, ધર્મ, લિંગ, જાતીય અભિગમ વગેરેના આધારે દ્વેષ અથવા ભેદભાવને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટનું) સાર્વજનિક રીતે વિતરણ કરીને દુર્વ્યવહાર ન કરવો અથવા ઈજા ન પહોંચાડવી જરૂરી છે. દ્વેષપૂર્ણ કન્ટેન્ટ પ્રકાશિત કરવાથી તમારા અને તમારા બાળક પર દીવાની અથવા ફોજદારી જવાબદારી આવી શકે છે.

તમારા બાળકની પ્રાઇવસી

તમારું બાળક તેનું પોતાનું Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ મેળવી શકે તે માટે, અમને આ પ્રાઇવસી નોટિસ અને Googleની પ્રાઇવસી પૉલિસી (g.co/PrivacyPolicy)માં વર્ણવ્યા મુજબ તમારા બાળકની માહિતી એકત્ર કરવા, તેનો ઉપયોગ કરવા અથવા જાહેર કરવા માટે તમારી પરવાનગીની જરૂર પડી શકે છે. જ્યારે તમે તમારા બાળકને અમારી સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપો છો, ત્યારે તમે અને તમારું બાળક તમારી માહિતી બાબતે અમારા પર વિશ્વાસ મૂકો છો. અમે સમજીએ છીએ કે આ એક મોટી જવાબદારી છે અને અમે તમારી માહિતીનું રક્ષણ કરવા માટે સખત મહેનત કરીએ છીએ તેમજ તમને તેનું નિયંત્રણ આપીએ છીએ. વેબ અને ઍપ પ્રવૃત્તિ, YouTube ઇતિહાસ અને લાગુ પડતા પ્રદેશોમાં, Googleની અમુક સેવાઓને લિંક કરવા જેવી બાબતો માટે તમારું બાળક તેમના ઍક્ટિવિટી કન્ટ્રોલ (g.co/FamilyLink/ManageControls)ને પોતે મેનેજ કરી શકે કે નહીં તે તમે પસંદ કરી શકો છો.

13 વર્ષથી ઓછી ઉંમરના (અથવા તમારા દેશમાં લાગુ ઉંમરના) બાળકો માટે, Family Link વડે મેનેજ કરવામાં આવતા Google એકાઉન્ટ અને પ્રોફાઇલ માટેની આ પ્રાઇવસી નોટિસ (g.co/FamilyLink/PrivacyNotice) અને Googleની પ્રાઇવસી પૉલિસી (g.co/PrivacyPolicy) Googleની પ્રાઇવસી પ્રૅક્ટિસ વિશે સમજાવે છે. તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ સાથે વિશેષ રીતે સંબંધિત પ્રાઇવસી પ્રૅક્ટિસ, જેમ કે મનગમતી બનાવેલી જાહેરાતો પર મર્યાદાઓના સંદર્ભમાં, એ તફાવતો આ પ્રાઇવસી નોટિસમાં જણાવવામાં આવ્યા છે.

આ પ્રાઇવસી નોટિસ તમારું બાળક ઉપયોગમાં લઈ શકે તેવી, ત્રીજા પક્ષની કોઈપણ (Google સિવાયની) ઍપ, ક્રિયાઓ અથવા વેબસાઇટના આચરણ પર લાગુ થતી નથી. તમારા બાળકના ડેટા સંગ્રહ તથા વપરાશ સંબંધી આચરણ સહિત, ત્રીજા પક્ષની ઍપ, ક્રિયાઓ અથવા વેબસાઇટ માટેની તેમની યોગ્યતા નક્કી કરવા માટે, તમારે તેમની લાગુ થતી શરતો તથા પૉલિસીઓનો રિવ્યૂ કરવો જોઈએ.

અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી

એકવાર તમે તમારા બાળક માટે Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ હોવાની પરવાનગી આપો, ત્યાર પછી અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેના સંદર્ભમાં સામાન્ય રીતે અમે તમારા પોતાના એકાઉન્ટ સાથે કરીએ છીએ તેવો જ વ્યવહાર તેમના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ સાથે કરીશું. ઉદાહરણ તરીકે, અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ:

તમારા અને તમારા બાળક દ્વારા બનાવવા કે અમને પ્રદાન કરવામાં આવેલી માહિતી.

એકાઉન્ટ અથવા પ્રોફાઇલ બનાવવાની પ્રક્રિયાના ભાગ તરીકે, અમે કદાચ તમારું નામ અને અટક, ઇમેઇલ ઍડ્રેસ અને જન્મતારીખ જેવી વ્યક્તિગત માહિતી પૂછી શકીએ છીએ. અમે તમારા અથવા તમારા બાળક દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતી એકત્રિત કરીએ છીએ, જેમકે તમારી ઑનલાઇન સંપર્ક વિગતો, જે સંમતિની વિનંતી કરવા માટે તમારો સંપર્ક કરવો હોય, ત્યારે અમારા માટે જરૂરી છે. તમારું બાળક તેમના એકાઉન્ટ અથવા પ્રોફાઇલનો ઉપયોગ કરતી વખતે જે માહિતી બનાવે, અપલોડ કરે અથવા અન્ય લોકો પાસેથી પ્રાપ્ત કરે છે તે અમે એકત્રિત કરીએ છીએ, જેમકે જ્યારે તમારું બાળક Google Photosમાં કોઈ ફોટો સાચવે અથવા Google Driveમાં કોઈ દસ્તાવેજ બનાવે.

તમારા બાળક દ્વારા અમારી સેવાઓના ઉપયોગથી અમને મળતી માહિતી.

તમારું બાળક ઉપયોગમાં લે છે તે સેવાઓ અને તમારું બાળક તેને કઈ રીતે ઉપયોગમાં લે છે તે વિશેની અમુક માહિતી અમે ઑટોમૅટિક રીતે એકત્રિત તથા સ્ટોર કરીએ છીએ, જેમકે તમારું બાળક Google Searchમાં ક્વેરી દાખલ કરે, Google Assistant સાથે વાત કરે અથવા YouTube Kids પર વીડિયો જુએ. આ માહિતીમાં આનો સમાવેશ થાય છે:

  • તમારા બાળકની ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસ

    અમે તમારા બાળક દ્વારા Googleની સેવાઓ ઍક્સેસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમાં વિશિષ્ટ ઓળખકર્તાઓ, બ્રાઉઝરનો પ્રકાર અને સેટિંગ, ડિવાઇસનો પ્રકાર અને સેટિંગ, ઑપરેટિંગ સિસ્ટમ, મોબાઇલ ઑપરેટરના નામ અને ફોન નંબર સહિત મોબાઇલ નેટવર્કની માહિતી તેમજ ઍપ્લિકેશનના વર્ઝન નંબરનો સમાવેશ થાય છે. અમે IP ઍડ્રેસ, ક્રૅશ રિપોર્ટ, સિસ્ટમ પ્રવૃત્તિ અને તારીખ, સમય તથા તમારા બાળકની વિનંતીનું રેફરલ આપનાર URL સહિત, તમારા બાળકની ઍપ, બ્રાઉઝર અને ડિવાઇસની અમારી સેવાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા વિશેની માહિતી પણ એકત્ર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમારા બાળકના ડિવાઇસ પરની Googleની સેવા અમારા સર્વરનો સંપર્ક કરે, જેમકે તમારું બાળક Play Storeમાંથી કોઈ ઍપ ઇન્સ્ટૉલ કરતું હોય, ત્યારે અમે આ માહિતી એકત્ર કરીએ છીએ.

  • તમારા બાળકની પ્રવૃત્તિ

    અમે અમારી સેવાઓમાં તમારા બાળકની પ્રવૃત્તિ વિશેની માહિતી એકત્ર કરીએ છીએ, જેનો ઉપયોગ અમે, તમારા બાળકના સેટિંગના આધારે Google Play પર તેમને પસંદ આવી શકે તેવી ઍપ વિશે સુઝાવ આપવા જેવી બાબતો માટે કરીએ છીએ. તમારું બાળક તેમના ઍક્ટિવિટી કન્ટ્રોલ (g.co/FamilyLink/ManageControls)ને પોતે મેનેજ કરી શકે કે નહીં તે તમે પસંદ કરી શકો છો. અમારા દ્વારા એકત્ર કરવામાં આવતી તમારા બાળકની પ્રવૃતિની માહિતીમાં શોધ શબ્દો, તેઓ જુએ છે તે વીડિયો, જ્યારે તેઓ ઑડિયો સુવિધાઓનો ઉપયોગ કરે છે ત્યારે વૉઇસ અને ઑડિયોને લગતી માહિતી, તેઓ જેમની સાથે વાતચીત કરે છે અથવા કન્ટેન્ટ શેર કરે છે તે લોકોની માહિતી, તેઓએ તેમના Google એકાઉન્ટ સાથે સિંક કરેલો Chromeનો બ્રાઉઝિંગ ઇતિહાસ શામેલ હોઈ શકે છે. જો તમારું બાળક કૉલ કરવા અને મેળવવા કે મેસેજ મોકલવા અને મેળવવા માટે અમારી સેવાઓનો ઉપયોગ કરે, ઉદાહરણ તરીકે, Google Meet કે Duoના ઉપયોગ વડે સેવા મેળવે, તો અમે ટેલિફોનની લૉગ માહિતી એકત્રિત કરી શકીએ છીએ. તમારું બાળક તેમના એકાઉન્ટ અથવા પ્રોફાઇલમાં સાચવેલી પ્રવૃત્તિની માહિતી શોધવા અને મેનેજ કરવા માટે તેમના Google એકાઉન્ટની મુલાકાત લઈ શકે છે અને તમે પણ તમારા બાળકના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને અથવા Family Linkમાં તેમની પ્રોફાઇલ ઍક્સેસ કરીને તેમની પ્રવૃત્તિની માહિતીને મેનેજ કરવામાં સહાય કરી શકો છો.

  • તમારા બાળકના સ્થાન વિશેની માહિતી

    જ્યારે તમારું બાળક અમારી સેવાઓનો ઉપયોગ કરે, ત્યારે અમે તેમના સ્થાન વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ. તમારા બાળકનું સ્થાન GPS, IP ઍડ્રેસ, તેમના ડિવાઇસના સેન્સરનો ડેટા અને તેમના ડિવાઇસની નજીકમાં હોય એવી વસ્તુઓ વિશેની માહિતી, જેમકે વાઇ-ફાઇ ઍક્સેસ પૉઇન્ટ, સેલ ટાવર અને જેમાં બ્લૂટૂથ ચાલુ હોય એવા ડિવાઇસનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય છે. અમે જે પ્રકારનો સ્થાન ડેટા એકત્રિત કરીએ છીએ તે અમુક અંશે તમારા સેટિંગ અને તમારા બાળકના ડિવાઇસ પર આધારિત છે.

  • તમારા બાળકની વૉઇસ અને ઑડિયોને લગતી માહિતી

    અમે તમારા બાળકની વૉઇસ અને ઑડિયોને લગતી માહિતી એકત્રિત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમારું બાળક ઑડિયો ચાલુ કરવાના આદેશો (દા.ત., “Ok Google” અથવા માઇક્રોફોનના આઇકનને ટચ કરવું)નો ઉપયોગ કરે, તો તેમની વિનંતીનો પ્રતિસાદ આપવા માટે તે પછીના સ્પીચ/ઑડિયોના રેકોર્ડિંગ પર પ્રક્રિયા કરવામાં આવશે. ઉપરાંત, જો વેબ અને ઍપ પ્રવૃત્તિ સેટિંગ હેઠળ તમારા બાળકનો વૉઇસ અને ઑડિયો પ્રવૃત્તિ વિકલ્પ (g.co/help/ManageAudioRecordings) ચેક કરવામાં આવ્યો હોય, તો એકાઉન્ટમાં જેનાથી સાઇન ઇન કર્યું તે ડિવાઇસ પર Assistant સાથેની તેમની વૉઇસ ક્રિયાપ્રતિક્રિયાનું (ઉપરાંત થોડી સેકન્ડ પહેલાંનું) રેકોર્ડિંગ તેમના એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવી શકે છે.

અમે તમારા બાળકની માહિતી એકત્રિત અને સ્ટોર કરવા માટે, કુકી, પિક્સેલ ટૅગ, બ્રાઉઝર વેબ સ્ટોરેજ અથવા ઍપ્લિકેશન ડેટા કૅશ મેમરી, ડેટાબેઝ અને સર્વર લૉગ જેવા સ્થાનિક સ્ટોરેજ સહિતની વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તમારું બાળક આ એકાઉન્ટ અથવા પ્રોફાઇલ માટે ઉપલબ્ધ હોય તેવી Googleની પ્રોડક્ટ તથા સેવાઓનો ઉપયોગ કરવા માટે વાજબી રૂપે જરૂરી હોય તેના કરતાં વધુ વ્યક્તિગત માહિતી પ્રદાન કરે તે અમારા માટે આવશ્યક નથી.

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ કરવાની અમારી રીત

Googleની પ્રાઇવસી પૉલિસી, Google દ્વારા એકત્રિત કરવામાં આવતા તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ સાથે સંકળાયેલા ડેટાનો અમે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેના વિશે વધુ વિગતવાર સમજાવે છે (g.co/PrivacyPolicy#whycollect). સામાન્ય રીતે, તમારા બાળકની માહિતીનો ઉપયોગ અહીં આપેલા હેતુઓ માટે કરીએ છીએ: અમે અમારી સેવાઓ પ્રદાન કરવા, જાળવવા અને વધુ સારી બનાવવા, નવી સેવાઓ વિકસાવવા, તમારા બાળક માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા, કાર્યપ્રદર્શન માપવા અને અમારી સેવાઓ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે સમજવા, તમારા બાળક સાથે અમારી સેવાઓ સંબંધિત સીધો સંવાદ કરવા અને અમારી સેવાઓની સલામતી તથા વિશ્વસનીયતા વધુ સારી બનાવવામાં સહાય કરવા.

આ હેતુઓ માટે તમારા બાળકની માહિતી પર પ્રક્રિયા કરવા માટે અમે વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમે ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ કે જે તમારા બાળકને કસ્ટમાઇઝ કરેલા શોધ પરિણામો અથવા તેઓ અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તેને અનુરૂપ અન્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે તમારા બાળકના કન્ટેન્ટનું વિશ્લેષણ કરે છે. અને સ્પામ, માલવેર અને ગેરકાનૂની કન્ટેન્ટ જેવા દુરુપયોગ શોધવામાં અમારી સહાય કરવા માટે, અમે તમારા કન્ટેન્ટનું વિશ્લેષણ કરીએ છીએ. અમે ડેટામાંની પૅટર્નને ઓળખવા માટે, ઍલ્ગોરિધમનો ઉપયોગ પણ કરીએ છીએ. જ્યારે અમને અમારી સિસ્ટમ પર અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા સ્પામ, માલવેર, ગેરકાનૂની કન્ટેન્ટ અને દુરુપયોગના અન્ય પ્રકારોની ભાળ મળે, ત્યારે અમે તેમનું એકાઉન્ટ અથવા પ્રોફાઇલ બંધ કરી શકીએ છીએ અથવા અન્ય યોગ્ય કાર્યવાહી કરી શકીએ છીએ. અમુક પરિસ્થિતિઓમાં, અમે યોગ્ય અધિકારીઓને પણ ઉલ્લંઘનની જાણ કરી શકીએ છીએ.

તમારા બાળકના સેટિંગના આધારે, સુઝાવો, મનગમતું બનાવેલું કન્ટેન્ટ અને કસ્ટમાઇઝ કરેલા શોધ પરિણામો પ્રદાન કરવા માટે અમે કદાચ તમારા બાળકની માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, તમારા બાળકના સેટિંગના આધારે, Google Play તમારા બાળકને ગમી શકે તેવી નવી ઍપ સૂચવવા માટે તમારા બાળકે ઇન્સ્ટૉલ કરેલી ઍપ જેવી માહિતીનો ઉપયોગ કરી શકે છે.

વધુમાં, તમારા બાળકના સેટિંગના આધારે, ઉપરોક્ત જણાવેલા હેતુઓ માટે અમે અમારી સેવાઓ પરથી અને તમારા બાળકના સમગ્ર ડિવાઇસ પરથી એકત્ર કરીએ છીએ તે માહિતીને કદાચ સંયોજિત કરી શકીએ છીએ. તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલના સેટિંગના આધારે, Googleની સેવાઓને બહેતર બનાવવા માટે, અન્ય સાઇટ તથા ઍપ પરની તેમની પ્રવૃત્તિને તેમની વ્યક્તિગત માહિતી સાથે સાંકળવામાં આવી શકે છે.

Google તમારા બાળકને મનગમતી બનાવેલી જાહેરાતો (g.co/FamilyLink/AdsInfo) બતાવશે નહીં, જેનો અર્થ છે કે જાહેરાતો તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલ પરથી મેળવેલી માહિતી પર આધારિત નહીં હોય. તેના બદલે, તમારું બાળક જે વેબસાઇટ અથવા ઍપ જોઈ રહ્યું છે તે જાહેરાતોનું કન્ટેન્ટ, હાલની શોધ ક્વેરી અથવા સામાન્ય લોકેશન (જેમકે શહેર અથવા પડોશ) જેવી માહિતી પર આધારિત હોઈ શકે છે. વેબ બ્રાઉઝ કરતી વખતે અથવા Google સિવાયની ઍપનો ઉપયોગ કરતી વખતે, તમારા બાળકને અન્ય (Google સિવાયની) જાહેરાત પ્રદાતાઓ દ્વારા બતાવવામાં આવતી, ત્રીજા પક્ષો દ્વારા મનગમતી બનાવેલી જાહેરાતો સહિતની, જાહેરાતો જોવા મળી શકે છે.

તમારું બાળક શેર કરી શકે તે માહિતી

તમારા બાળકે જ્યારે તેમના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલમાં સાઇન ઇન કર્યું હોય, ત્યારે તે કદાચ ફોટા, વીડિયો, ઑડિયો અને સ્થાન સહિતની માહિતી સાર્વજનિક રીતે અને અન્ય લોકો સાથે શેર કરી શકી શકે છે. જ્યારે તમારું બાળક સાર્વજનિક રીતે માહિતી શેર કરે, ત્યારે તે માહિતી Google Search જેવા શોધ એન્જિન દ્વારા ઍક્સેસ કરવા યોગ્ય હોઈ શકે છે.

Google શેર કરે છે તે માહિતી

અમે એકત્રિત કરેલી માહિતી મર્યાદિત પરિસ્થિતિઓમાં Googleની બહાર શેર કરવામાં આવી શકે છે. અમે નીચે આપેલી પરિસ્થિતિઓ સિવાય, કંપનીઓ, સંસ્થાઓ અથવા Googleની બહારની વ્યક્તિઓ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરતા નથી:

સંમતિ સાથે

અમે સંમતિ સાથે (જો લાગુ હોય) Googleની બહાર વ્યક્તિગત માહિતી શેર કરીશું.

તમારા ફૅમિલી ગ્રૂપ સાથે

તમારા બાળકનું નામ, ફોટો, ઇમેઇલ ઍડ્રેસ અને Playની ખરીદીઓ સહિતની તેમની માહિતી Google પરના તમારા ફૅમિલી ગ્રૂપના સભ્યો સાથે કદાચ શેર કરવામાં આવી શકે છે.

બાહ્ય પ્રક્રિયા કરવા માટે

અમારી સૂચનાઓના આધારે અને આ પ્રાઇવસી નોટિસ, Googleની પ્રાઇવસી પૉલિસી (g.co/PrivacyPolicy) અને ગોપનીયતા તથા સુરક્ષા સંબંધિત અન્ય કોઈપણ યોગ્ય માપદંડોનું પાલન કરીને, અમે અમારા આનુષંગિકો અને અન્ય વિશ્વસનીય વ્યવસાયો કે વ્યક્તિઓને વ્યક્તિગત માહિતી પ્રદાન કરીએ છીએ, જેથી તેઓ અમારા માટે તેના પર પ્રક્રિયા કરી શકે.

કાનૂની કારણોસર

અમે કંપનીઓ, સંસ્થાઓ અથવા Googleની બહારની વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી તો જ શેર કરીશું જો અમને વિશ્વાસ હોય કે માહિતીનો ઍક્સેસ, ઉપયોગ, જાળવણી અથવા સ્પષ્ટતા વ્યાજબી રીતે કરવા માટે આ જરૂરી છે:

  • કોઈપણ લાગુ કાયદા, નિયમન, કાનૂની પ્રક્રિયા અથવા અમલ કરવા યોગ્ય સરકારી વિનંતી પૂરી કરવા;

  • સંભવિત ઉલ્લંઘનોની તપાસ સહિત, લાગુ કરવા યોગ્ય સેવાની શરતોનો અમલ કરવા;

  • કપટ, સુરક્ષા અથવા ટેક્નિકલ સમસ્યાઓની ભાળ મેળવવા, તેમને અટકાવવા અથવા તેમનું નિરાકરણ કરવા;

  • કાયદા દ્વારા આવશ્યક અથવા મંજૂર હોય તે મુજબ Google, અમારા વપરાશકર્તાઓ અથવા લોકોના અધિકારો, પ્રોપર્ટી અથવા સલામતી જેવી બાબતોના નુકસાન સામે રક્ષણ કરવા.

અમે વ્યક્તિગત રીતે ઓળખી ન શકાય તેવી માહિતીને (જેમ કે અમારી સેવાઓના સામાન્ય ઉપયોગ વિશેના વલણો) સાર્વજનિક રીતે અને અમારા ભાગીદારો — જેમ કે પ્રકાશકો, જાહેરાતકર્તાઓ, ડેવલપર અથવા અધિકાર ધારકો સાથે પણ કદાચ શેર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે અમારી સેવાઓના સામાન્ય ઉપયોગ વિશેના વલણો બતાવવા માટે, માહિતીને સાર્વજનિક રીતે શેર કરીએ છીએ. અમે વિશેષ ભાગીદારોને તેમની કુકી અથવા એના જેવી અન્ય કોઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જાહેરાત અને આકલનના હેતુઓ માટે, બ્રાઉઝર અથવા ડિવાઇસમાંથી માહિતી એકત્રિત કરવાની મંજૂરી પણ આપીએ છીએ.

તમારા બાળકની વ્યક્તિગત માહિતી માટે ઍક્સેસ

જો તમારું બાળક કોઈ Google એકાઉન્ટ ધરાવતું હોય, તો તમે તમારા બાળકના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તેની માહિતીને ઍક્સેસ કરી શકો છો, તેને અપડેટ કરી શકો છો, તેને કાઢી નાખી શકો છો, તેની નિકાસ કરી શકો છો અને તેના પર પ્રક્રિયા કરવાનું પ્રતિબંધિત કરી શકો છો. જો તમને તમારા બાળકનો પાસવર્ડ યાદ ન હોય, તો તમે Family Link ઍપ અથવા વેબ પર Family Linkના સેટિંગ મારફતે તેને રીસેટ કરી શકો છો (g.co/YourFamily). એકવાર સાઇન ઇન કર્યા પછી, તમે તમારા બાળકના પ્રાઇવસી સેટિંગ અને માહિતી મેનેજ કરવામાં સહાય કરવા માટે, Googleની પ્રાઇવસી પૉલિસી (g.co/PrivacyPolicy#infochoices)માં વર્ણન કરવામાં આવેલા જેવા Googleના ઍક્ટિવિટી કન્ટ્રોલ (g.co/FamilyLink/ActivityControls) જેવા વિવિધ નિયંત્રણોનો ઉપયોગ કરી શકો છો.

જો તમારું બાળક કોઈ પ્રોફાઇલ ધરાવતું હોય, તો તમે Family Link ઍપ અથવા વેબ પર Family Linkના સેટિંગ મારફતે તેમના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તમારા બાળકની માહિતીને ઍક્સેસ કરી શકો છો, તેને અપડેટ કરી શકો છો, તેને કાઢી નાખી શકો છો, તેની નિકાસ કરી શકો છો અને તેના પર પ્રક્રિયા કરવાનું પ્રતિબંધિત કરી શકો છો (g.co/YourFamily).

તમારું બાળક "મારી પ્રવૃત્તિ"માં તેમની ભૂતકાળની પ્રવૃત્તિઓ ડિલીટ કરી શકશે અને ડિફૉલ્ટ તરીકે ત્રીજા પક્ષોને ઍપ પરવાનગીઓ (ડિવાઇસનું સ્થાન, માઇક્રોફોન અથવા સંપર્કો જેવી બાબતો સહિતની) આપી શકશે. તમે તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલની માહિતીમાં ફેરફાર કરવા કે તેને બદલવા માટે, ઍપ પ્રવૃત્તિ અને ઍપ પરવાનગીઓનો રિવ્યૂ કરવા માટે Family Linkનો ઉપયોગ પણ કરી શકો છો તથા તમારા બાળકની માહિતીને ઍક્સેસ કરવા માટે ઍપને કે ત્રીજા પક્ષની સેવાઓને અમુક ચોક્કસ પરવાનગીઓ આપવા તમારા બાળકની ક્ષમતાને મેનેજ કરી શકો છો.

જો તમે કોઈપણ સમયે હવે પછી તમારા બાળકની માહિતીનું એકત્રીકરણ અથવા તેનો ઉપયોગ કરવાનું રોકવા માગતા હો, તો તમે Family Link ઍપ અથવા વેબ પરના Family Linkના સેટિંગમાં તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલની માહિતીના પેજ પર જઈને “એકાઉન્ટ ડિલીટ કરો” કે “પ્રોફાઇલ ડિલીટ કરો” પર ક્લિક કરીને તમારા બાળકનું Google એકાઉન્ટ કે પ્રોફાઇલ ડિલીટ કરી શકો છો (g.co/YourFamily). તમારા બાળકના એકાઉન્ટ અથવા પ્રોફાઇલની માહિતી વાજબી સમયગાળામાં કાયમ માટે ડિલીટ કરવામાં આવશે.

અમારો સંપર્ક કરો

જો તમને તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે કોઈ પ્રશ્ન હોય, તો અમારો સંપર્ક કરવામાં સંકોચ કરશો નહીં. સહાય કરવા માટે અમે અહીં ઉપલબ્ધ છીએ. તમે અમારા સહાયતા કેન્દ્ર (g.co/FamilyLink/Help)માં Family Link અને તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે વધારાની માહિતી મેળવી શકો છો. તમે અમને મેનૂ ☰ > સહાય અને પ્રતિસાદ > પ્રતિસાદ મોકલો પર ટૅપ કરીને અથવા ઇમેઇલ g.co/FamilyLink/Email) દ્વારા અથવા નીચે આપેલા સરનામા પર અમારો સંપર્ક કરીને, Family Link વિશે અથવા Family Link ઍપમાં રહેલા તમારા બાળકના Google એકાઉન્ટ અથવા પ્રોફાઇલ વિશે પ્રતિસાદ પણ મોકલી શકો છો.

Google
1600 Amphitheatre Parkway
Mountain View, CA 94043 USA
ફોન: +1 855 696 1131 (USA)
અન્ય દેશો માટે, g.co/FamilyLink/Contactની મુલાકાત લો

Google તમારા બાળકનો ડેટા કેવી રીતે એકત્રિત કરે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે, તે વિશે જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમે Google અને અમારી ડેટા સંરક્ષણ ઑફિસ (g.co/FamilyLink/PrivacyHelp)નો સંપર્ક કરી શકો છો. જો તમને સ્થાનિક કાયદા હેઠળના તમારા અધિકારો સંબંધિત ચિંતા હોય, તો તમે તમારા સ્થાનિક ડેટા સંરક્ષણ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

13 વર્ષથી નાની ઉંમર (અથવા તમારા દેશમાં લાગુ હોય તે ઉંમર)ના બાળકો માટે Family Link સ્પષ્ટતા જુઓ (g.co/FamilyLink/ChildPolicy)