બાળકો અને કિશોરો માટે એકાઉન્ટ નિરીક્ષણ
માતાપિતા તેમના કિશોરોના Google એકાઉન્ટ અને ડિવાઇસનું નિરીક્ષણ કરીને તેમને ઑનલાઇન સ્માર્ટ પસંદગીઓ કરવામાં સહાય કરી શકે છે. Google Family Link ઍપ વડે, માતાપિતા તેમના બાળકના સુસંગત ડિવાઇસ પર અનેક કાર્યો કરી શકશે, જેમ કે:
- અમુક ચોક્કસ ઍપ અથવા વેબસાઇટો બ્લૉક કરવી અથવા મંજૂર કરવી
- તેમનું બાળક કઈ ઍપ કેટલા સમય સુધી વાપરે છે તેના પર નજર રાખવી
- આરામ, અભ્યાસ અથવા સૂવાનો સમય થાય ત્યારે ડિવાઇસ લૉક કરવાં
તમે શરૂ કરો તે પહેલાં
- નિરીક્ષણ સેટઅપ કરવામાં લગભગ 10 મિનિટ લાગી શકે છે
- માતાપિતા અને તેમના કિશોર બાળકનું દરેકનું પોતાનું Google એકાઉન્ટ હોવું જરૂરી છે